Translations:Help:Items/4/gu
Jump to navigation
Jump to search
તમે વિકિડેટા પર નવો લેખ શરુ કરો એ પહેલા તે લેખ વિકિડેટા પર અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઇએ. આ માટે શીર્ષક પરથી આઈટમ શોધોનો ઉપયોગ સૌથી સરળ રીત છે. આ ખાસ પાના પર જવા માટેની લિંક આ પાનાની ડાબી બાજુમાં ઉપલબ્ધ છે. મૂળભૂત રુપે આ લિંક પાંચમાં ક્રમે રહેલી છે અને તેનુ નામ "Item by title" છે. આ પાનામાં બે ઈનપુટ ક્ષેત્ર છે. ડાબી બાજુના ઈનપુટ ભાગમાં જે Site: બતાવે છે ત્યાં તમારે ભાષા સંજ્ઞા (જેમકે ગુજરાતી માટે 'gu') ટાઈપ કરવાની છે, જમણી બાજુના ઈનપુટ ભાગમાં જે Page: બતાવે છે ત્યાં તમારે પાનાનું નામ જેમ વિકિપીડિયાના પાનાના ટોચના ભાગમાં લખેલ છે તેમ અક્ષરશઃ ટાઈપ કરવું પડશે. જો વિકિડેટા પર તે આઈટમ માટે પાનું અસ્તિત્વમાં હશે તો શોધો બટન પર ક્લિક કરવાથી તમે તે પાના પર પહોંચશો નહિં તો તમને તમારી જાતે નવી આઈટમ શરુ કરવા માટે સૂચન કરશે.