Translations:Help:Items/8/gu
જો કોઈ આઈટમ ખુટતી હોય તો તમે જાતે તે આઈટમ બનાવી શકો છો. તમે "શીર્ષક પરથી આઈટમ શોધો" પાનાની નીચે આપેલ લિંક પર અથવા પાનાની ડાબી બાજુએ આપેલ "નવી આઈટમ બનાવો" લિંક પર ક્લિક્ કરીને નવી આઈટમ બનાવી શકો છો. આ બન્નેમાંથી કોઈ પણ એક લિંક પર ક્લિક કરવાથી તમે એક નવા પાના પર પહોંચશો જ્યાં તમારે નવી આઈટમ માટે એક લેબલ (label) અને વર્ણન (description) ટાઈપ કરવાનું રહેશે. જો તમે શીર્ષક પરથી આઈટમ શોધોનો ઉપયોગ કર્યો હશે તો ઉપરનું પાનું તમે ટાઈપ કરેલ નામ તેમજ ભાષા સંજ્ઞા દર્શાવશે. જો તમે નવી આઈટમ બનાવોનો ઉપયોગ કર્યો હોય તો તમારે પાનાના નામ અને ભાષા સંજ્ઞા વિશે કોઈ ચિંતા કરવાની જરુર નથી. ઉપર જણાવેલ પાનાઓમાંથી કોઈ પણ એક પાના પર પર દર્શાવેલ ઈનપુટ ક્ષેત્રોમાં માહિતી પુરી પાડીને તમે 'Create' બટન પર ક્લિક કરવાથી નવી આઈટમ બની જશે.