લખાણ પર જાઓ

મુકેશ

વિકિપીડિયામાંથી
મુકેશ
જન્મની વિગત
મુકેશ ચંદ માથુર

૨૨ જુલાઈ ૧૯૨૩
દિલ્હી,ભારત
મૃત્યુ૨૭ ઓગષ્ટ ૧૯૭૬
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોવોઇસ ઓફ ધ મિલેનિયમ, ટ્રેજેડી કિંગ
વ્યવસાયપાર્શ્વ ગાયક
સક્રિય વર્ષો૧૯૪૦–૧૯૭૬
જીવનસાથી
સરલાદેવી રાયચંદ (લ. 1946)
સંતાનો
સંબંધીઓનીતિન મુકેશ (પુત્ર), નીલ નીતિન મુકેશ (પૌત્ર)
પુરસ્કારો
  • ૧ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
  • ૨ બંગાળ ફિલ્મ જર્નાલીસ્ટ એસોશિએશન એવોર્ડ
  • ૩ શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ
હસ્તાક્ષર

મુકેશ (૨૨ જુલાઈ ૧૯૨૩ - ૨૭ ઓગષ્ટ ૧૯૭૬) ખૂબ જ જાણીતા ભારતીય પાર્શ્વગાયક હતા. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાં થાય છે.[][][] તેમની ગાયકી માટે મળેલાં પુરસ્કારોમાં રજનીગંધા (૧૯૭૩) ફિલ્મનું કઈ બાર યું હી દેખા હૈ.. ગીત માટે તેમને શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ મળેલ છે. મુકેશ અભિનેતા રાજકપૂર, મનોજ કુમાર, દિલીપ કુમાર તેમજ સુનિલ દતના અવાજ તરીકે પ્રખ્યાત હતા.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

મુકેશનો જન્મ દિલ્હી ખાતે હિંદુ કાયસ્થ પરિવારમાં થયો હતો.[][] તેઓ ઇજનેર પિતા જોરાવર ચંદ માથુર અને માતા ચંદ્રાણી માથુરના દસ સંતાનો પૈકી એક (છઠ્ઠા) હતા. તેઓએ તેમની બહેન સુંદર પિયારીના સંગીત શિક્ષક પાસેથી સંગીતનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. દસમા ધોરણથી તેઓ અભ્યાસ છોડી પબ્લિક વર્ક્સ વિભાગની નોકરીમાં જોડાયા.આ દરમિયાન જ તેમણે પોતાની ગાયન ક્ષમતા અને સંગીત વાદ્યો પર કૌશલ્ય હસ્તગત કર્યું.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

મુકેશના અવાજ ની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું. ૧૯૪૫ માં રજુ થયેલી ફિલ્મ પહલી નઝર માં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. મુકેશે હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત હતુ દિલ જલતા હૈ તો જલને દે જેમાં મોતીલાલ એ કામ કર્યું હતુ.

અભિનેતા અને નિર્માતા

[ફેરફાર કરો]

મુકેશે એક અભિનેતા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત ૧૯૪૧માં રજૂ થયેલી ફિલ્મ નિર્દોષથી કરી. આ ફિલ્મમાં નલિની જયવંત મુખ્ય અભિનેત્રી હતાં. તેમની બીજી ફિલ્મ અદબ અર્જ (૧૯૪૩) હતી. ૧૯૫૩માં રાજકપૂરને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ આહમાં મહેમાન ભૂમિકા ભજવી હતી. આ જ વર્ષે આવેલી ફિલ્મ માશૂકામાં તેમણે મુખ્ય અભિનેતાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની મુખ્ય અભિનેત્રી સુરૈયા હતી. ફિલ્મ અનુરાગ (૧૯૫૬) માં તેઓ મુખ્ય અભિનેતા ઉપરાંત સહ નિર્માતા અને સંગીતકાર પણ હતા. ૧૯૫૧માં આવેલી ફિલ્મ મલ્હારના નિર્માતા પણ મુકેશ જ હતા.[][][૧૦]

અંગત જીવન

[ફેરફાર કરો]

મુકેશના લગ્ન સરલા ત્રિવેદી સાથે થયા હતાં. સરલાના પિતા રાયચંદ ત્રિવેદી આ લગ્નની વિરુદ્ધમાં હતાં. ૨૨ જુલાઇ ૧૯૪૬ના રોજ કાંદિવલી (મુંબઈ)ના એક મંદિરમાં તેઓએ અભિનેતા મોતીલાલના સહયોગથી લગ્ન કરી લીધા હતા. તેમના પરિવારમાં રીટા, નિતિન (ગાયક), નલિની, મોહનીશ અને નમ્રતા એમ પાંચ સંતાનો હતા. અભિનેતા નીલ નિતિન મુકેશ એ તેમનો પૌત્ર છે.

૧૯૭૬ના વર્ષમાં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

પુરસ્કાર

[ફેરફાર કરો]
મુકેશ- ભારતના જાણીતા ગાયક શ્રેણી પોસ્ટકાર્ડ પર

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

[ફેરફાર કરો]
  • ૧૯૭૪ – શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ રજનીગંધા (૧૯૭૩) ફિલ્મના કઈ બાર યું હી દેખા હૈ.. ગીત માટે.

ફિલ્મફેર પુરસ્કાર

[ફેરફાર કરો]

વિજેતા

[ફેરફાર કરો]
વર્ષ ગીત ફિલ્મ સંગીત નિર્દેશક ગીતકાર
૧૯૫૯ "સબ કુછ સીખા હમને" અનારી શંકર જયકિશન શૈલેન્દ્ર
૧૯૭૦ "સબસે બડા નાદાન" પહેચાન શંકર જયકિશન વર્મા મલિક
૧૯૭૨ "જય બોલો બેઈમાન કી" બેઈમાન શંકર જયકિશન વર્મા મલિક
૧૯૭૬ "કભી કભી મેરે દિલ મેં" કભી કભી ખય્યામ સાહિર લુધિયાનવી

નામાંકન

[ફેરફાર કરો]
વર્ષ ગીત ફિલ્મ સંગીત નિર્દેશક ગીતકાર
૧૯૬૨ "હોઠોં પે સચ્ચાઈ રહેતી હૈ" જીસ દેશ મેં ગંગા બહેતી હૈ શંકર જયકિશન શૈલેન્દ્ર
૧૯૬૫ "દોસ્ત દોસ્ત ના રહા" સંગમ શંકર જયકિશન શૈલેન્દ્ર
૧૯૬૮ "સાવન કા મહિના" મિલન લક્ષ્મીકાંત પ્યારેલાલ આનંદ બક્ષી
૧૯૭૧ "બસ યેહી અપરાધ" પહેચાન શંકર જયકિશન નીરજ

બંગાળ ફિલ્મ જર્નાલીસ્ટ એસોશિએશન એવોર્ડ

[ફેરફાર કરો]

વિજેતા

  • ૧૯૬૭ – શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક – તીસરી કસમ[૧૧]
  • 1968 – શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક – મિલન[૧૨]
  • 1970 – શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક – સરસ્વતીચંદ્ર[૧૩]

ફિલ્મોગ્રાફી

[ફેરફાર કરો]

પાર્શ્વગાયન

[ફેરફાર કરો]
  • પહલી નજર (૧૯૪૫)
  • મેલા (૧૯૪૮)
  • આગ (૧૯૪૮)
  • અન્દાજ (૧૯૪૯)
  • આવારા (૧૯૫૧)
  • શ્રી ૪૨૦ (૧૯૫૫)
  • પરવરિશ (૧૯૫૮)
  • અનાડી (૧૯૫૯)
  • સંગમ (૧૯૬૪)
  • મેરા નામ જોકર (૧૯૭૦)
  • ધરમ કરમ (૧૯૭૫)

જાણીતાં ગીતો

[ફેરફાર કરો]
  • તૂ કહે અગર( ફિલ્મ્ 'અન્ચદાઝ્)
  • જિન્દા હૂઁ મૈ ઇસ તરહ સે
  • મેરા જૂતા હૈ જાપાની (ફિલ્મ આવારા)
  • યે મેરા દીવાનાપન હૈ (ફિલ્મ યહૂદી)
  • કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર (ફિલ્મ અનાડી')
  • ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના (ફિલ્મ બન્દીની)
  • દોસ્ત દોસ્ત ના રહા (ફિલ્મ સંગમ)
  • જાને કહાઁ ગયે વો દિન (ફિલ્મ મેરા નામ જોકર)
  • મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને (ફિલ્મ આનન્દ)
  • ઇક દિન બિક જાયેગા માટી કે મોલ (ફિલ્મ ધરમ કરમ)
  • મૈ પલ દો પલ કા શાયર હૂઁ( ફિલ્મ્ કબભિક્ભિ )
  • કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ (ફિલ્મ કભી કભી)
  • ચંચલ શીતલ નિર્મલ કોમલ (ફિલ્મ સત્યમ શિવમ સુન્દરમ)
  • "કહિ દુર જબ દીન ઢલ જાયે" (ફિલ્મ આનન્દ)

ગુજરાતી ગીતો

[ફેરફાર કરો]
  • સજન મારી પ્રીતડી સદીઓ પૂરાણી (જીગર અને અમી, સંગીત: મહેશ-નરેશ)
  • આવો રે આવો રે ઓ ચિતડું ચોરી જાનારા (ખીમરો-લોડણ)
  • આવો તોય સારું
  • હે તને જાતાં જોઇ પનઘટની વાટે
  • ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
  • મને તારી યાદ સતાવે
  • નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે (નીલગગનના પંખેરું )
  • મારા ભોળા દિલનો
  • ઓ નીલગગનના પંખેરું (નીલગગનના પંખેરું )
  • સનમ જો તુ બને ગુલ તો બુલબુલ હું બની જાઉં
  • નજરને કહી દો
  • પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Gopal, Sangita; Sujata Moorti (2008). Global Bollywood: Travels of Hindi Song and Dance. University of Minnesota Press. પૃષ્ઠ 94. ISBN 0-8166-4579-5.
  2. Encyclopedia of Indian Cinema by Ashish Rajadhyaksha and Paul Willemen. Oxford University Press, 1994. ISBN 0-85170-455-7, page 169.
  3. "Mukesh's 93rd Birthday". www.google.com (અંગ્રેજીમાં). મેળવેલ 27 January 2018.
  4. Rohit Vats (27 August 2014). "Mukesh: Remembering the singer with the midas touch". Hindustan Times. મેળવેલ 9 May 2018.
  5. Abdul Jamil Khan (2006). Urdu/Hindi: An Artificial Divide: African Heritage, Mesopotamian Roots, Indian Culture & Britiah Colonialism. Algora Publishing. પૃષ્ઠ 316–. ISBN 978-0-87586-438-9.
  6. "Exclusive : Neil Nitin Mukesh & Nitin Mukesh In Conversation With Karan Thapar". 23 October 2016.
  7. Chobey, Ankita (22 July 2016). "8 Life Facts about Bollywood's Golden Voice Mukesh on his Bi". Mumbai Mirror. મેળવેલ 10 March 2019.
  8. Mukesh. IMDb
  9. Movies Of Mukesh. singermukesh.com
  10. Blast from the past: Malhar (1951). The Hindu (29 March 2012). Retrieved on 6 November 2018.
  11. 30th Annual BFJA Awards. bfjaawards.com
  12. 31st Annual BFJA Awards. bfjaawards.com
  13. 33rd Annual BFJA Awards. bfjaawards.com

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]