લખાણ પર જાઓ

ખજૂર

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ખજૂર ઠંડીમાં સમગ્ર ભારતમાં સહેલાઈથી મલી જાય છે. આનું વૃક્ષ 30 થી 40 ફુટ લાંબુ, 3 ફીટ પહોળુ આછુ લીલા રંગનુ અને આના પાન 10થી 15 ફુટ લાંબા હોય છે. આ 1 થી દોઢ ઈંચ લાંબા, અંડાકાર અને ઘાટા લાલ રંગના ફળના ફળ હોય છે. ખજૂરના અંદરની બી ખૂબ જ કડક હોય છે.

ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક્ રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહીરા પણ કહે છે. તેનું ફળ રૂચિકર, મધુર,શીતળ, પાચક અને પુષ્ટિકારક હોય છે. તે અગ્નિ વર્ધક તથા હ્રદય માટે હિતકારી તો છે જ કફ, પિત્ત,વાત અને અનિદ્રાનાશક છે. ખજૂરમાં વિટામીન એ, બી અને સી પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટીશિયમ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આર્યન વિગેરે તત્વો હોય છે. એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તે ઘણાં ખનીજ પદાર્થો જેવા કે આયરન, પોટેશિયમ, મેગ્નીશિયમ, સલ્ફર, કોપર, કેલ્શિયમ, ફોસફરસનો મુખ્ય સ્ત્રોત પણ છે. ફક્ત ખજૂર જ નહીં તેના ઝાડના એક એક ભાગ આપણા માટે ઘણાં ઉપયોગી છે.ખજૂરના ઝાડના પાદડાંમાંથી ફેબ્રિક્સ બને છે તો ખજૂરના ઠડીયાને પ્રોસેસમાંથી પસાર કરી નરમ બનાવી પશુઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે. ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ. ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે. ગુર્દા અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે.

લાભ

લિવર : યકૃતના કાર્ય માટે જરૂરી પાચક રસને વધારવામાં મદદ કરે છે. કબજિયાત : ફાઈબરનુ પ્રમાણ વધુ હોવાથી કબજિયાત દૂર કરે છે. વજન વધારવામાં : કાર્બોહાઈડ્રેડ અને કેલોરીની માત્રા વધુ હોવાને કારણે વજન વધારવામાં મદદરૂપ. તંત્રિકા તંત્ર - ખાંડની માત્રા વધુ હોવાથી મગજની ક્રિયાઓની ક્ષમતા વધારવામાં સહાયક મિનરલ : આયરન અને કેલ્શિયમની વધુ માત્રા હોવાને કારણે શરીરમાં લોહી વધારવામાં અને હાડકાંની મજબૂતીમાં મદદરૂપ.

અન્ય લાભ

થાક અને ચક્કર દૂર કરે છે. શરીરમાં લોહી સંચારની ક્રિયામાં મજબૂતી પ્રદાન કરે છે. સંક્રામક રોગ, જેવી કે શરદી, ખાંસી અને તાવમાં બચાવ.

પોષક તત્વોની માત્રા

પ્રોટીન - 1.2 ટકા

ફેટી એસિડ - 0.4 ટકા

કાર્બોઝ - 85 ટકા

મિનરલ - 1.7 ટકા

કેલ્શિયમ - 0.022 ટકા

પોટેશિયમ - 0.32 ટકા

કેલોરી - 317

બાહ્યકડીઓ